કોરોના ઇફેક્ટ : મુંબઈ બંધ , પબ-રેસ્ટોરન્ટ-હોટેલ-બજાર બધું જ બંધ 

નેશનલ ન્યૂઝ Publish Date : 19 March, 2020

કોરોના ઇફેક્ટ : મુંબઈ બંધ , પબ-રેસ્ટોરન્ટ-હોટેલ-બજાર બધું જ બંધ 

 

મુંબઈ 

કોરોના એ વિશ્વભરને હચમચાવી નાખ્યું છે ,ભારતની આર્થિક રાજધાની મુંબઈ પણ કોરોના ઇફેક્ટ થી અલગ નથી દેશમાં સૌથી વધુ કોરોના ના કેસ મહારાષ્ટ્રના મુંબઈ અને પુના માં નોંધાયા છે , મુંબઈ કોરોના ઇફેક્ટ ને લઈને બંધ થઇ રહ્યું છે આજે અડધું મુંબઈ બંધ અને સુમસામ ભેંકાર ભાસી રહ્યું હતું ,એક સમયે સતત અવરજવર અને ટ્રાફિકથી ધમધમતા અને લખો મુસાફરોને મુંબઈ ઉતારતા અને મુંબઈ થી દેશના અન્ય સ્થળોએ અને વિદેશ પહોંચતા મુંબઈ એરપોર્ટ અત્યારે પ્રવાસીઓને શોધી રહ્યું છે , તો મુંબઈ પુના હાઇવે ની સ્થિતિ પણ કૈક આવી જ સર્જાઈ રહી છે , મુંબઈ ની અંદર હોટેલ ,રેસ્ટોરન્ટ, બાર,પબ સહિતના જાહેર સ્થળ બંધ જેવી હાલતમાં છે તો મુંબઈના જાહેર રસ્તા અને સ્થળો ભેંકાર થઇ રહ્યા છે , આવી જ કંઈક સ્થિતિ પુના અને મહારાષ્ટ્રના અન્ય સ્થળ ની છે , કોરોના ને લઈને શિરડી માં પણ મુસાફરો ની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે તો સિદ્ધિ વિનાયક મંદિર, હાજી અલીની દરગાહ અને અન્ય ધાર્મિક સ્થળ બંધ કરવામાં આવ્યા છે આવી જ સ્થિતિ મહારાષ્ટ્રના અન્ય સ્થળે જોવા મળી રહી છે ,તો મહારાષ્ટ્રના ગૃહ મંત્રીએ આદેશ આપ્યો છે કે જે લોકો ને ઘરે રહેવા નો આદેશ આપવામાં આવ્યો છે તેઓ જો જાહેરમાં બહાર નીકળશે તો તેની ઉપર એફઆઈઆર નોંધાવવામાં આવશે 

Related News