કોરોનાના પાકિસ્તાનમાં કેટલા દર્દી જાણો : ચીન પાસે મદદ માંગતું પાકિસ્તાન 

નેશનલ ન્યૂઝ Publish Date : 17 March, 2020

કોરોના ના પાકિસ્તાનમાં કેટલા દર્દી જાણો : ચીન પાસે મદદ માંગતું પાકિસ્તાન 

gujratpost.com

કોરોના ને લઈને વિશ્વભરમાં હાહાકાર ફેલાયો છે , કોરોના ના સૌથી વધુ દર્દીઓ ચીન અને ઈરાન સાથે ઇટાલીમાં છે ત્યારે ભારતનું પાડોશી પાકિસ્તાન પણ કોરોના થી બાકાત નથી પાકિસ્તાને કોરોના થી બચવા માટે અનેક હવાતિયા માર્યા હતા , જોકે ઈરાન ની સરહદ પાસેના વિસ્તારથી પાકિસ્તાન માં પણ કોરોના ફેલાવાનો શરૂ થયો છે પાકિસ્તાની સિંધ પ્રાંત અને આસપાસના વિસ્તારમાં એકાએક 184 જેટલા દર્દીઓ કોરોના ગ્રસ્ત હોવાનું ખુલ્યું છે તો પાકિસ્તાની આતંકીઓ અને આતંકના આકાઓ પણ કોરોના થી ડરી ગયા છે અને કોરોના થી બચવા માટે કોઈ બિલમાં છુપાઈ ગયા છે , તો પાકિસ્તાની સેનાએ પણ કોરોના સામે હથિયાર હેઠા મૂકી દીધા છે , એટલું જ નહિ પાકિસ્તાને હવે કોરોના સામે લાડવા માટે ચીન પાસે મદદ માંગી છે અને માસ્ક- સેનિટાઇઝર-દવાઓનો જથ્થો ચીન થી મંગાવવા નું શરૂ કર્યું છે ,કોરોના ને લઈને સમગ્ર પાકિસ્તાનમાં પણ ભય ફેલાયો છે હજુ પાકિસ્તાનમાં પહેલા સ્ટેજ માં જ કોરોના છે અને તે પણ 184 જેટલા કેસ નોંધાયા છે સૌથી વધુ સિંધ પ્રાંત અને આસપાસના સરહદી વિસ્તારમાં ફેલાયો છે જે એક અંદાજ મુજબ રાજધાની ઇસ્લામાબાદ અને આસપાસના વિસ્તાર સુધી પણ ફેલાઈ શકે છે અને પાકિસ્તાનમાં પીવા માટે પણ પાણી કે હાથ ધોવા માટે સાબુ નથી તો ત્યાં સુ હાલત કરશે એ વિચાર પાકિસ્તાનીઓના મનમાં ભય ઉત્પન્ન કરનાર છે 

Related News