કોરોના સામે દેશભરમાં જનતા કર્ફ્યુનો સમર્થન ; ટ્રેન-બસ-હાઇવે બંધ; કરોડો દેશવાસીઓ એક સાથે 

top news Publish Date : 22 March, 2020

કોરોના સામે દેશભરમાં જનતા કર્ફ્યુનો સમર્થન ; ટ્રેન-બસ-હાઇવે બંધ; કરોડો દેશવાસીઓ એક સાથે 

નવીદિલ્હી 

કોરોના સામેના જંગમાં આજે 130 કરોડ જનતા એક સાથે જનતા કર્ફ્યુમાં જોડાઈ છે , વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક દિવસનો જનતા કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યા બાદ આજે કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી ,દ્વારકા થી લઈને અસાં સુધી બધા જ ભારતીય લોકો જનતા કર્ફ્યુમાં જોડાયા છે તો કેટલાકે ગઈકાલ થી જ આ જુમ્બેશ અને દેશને બચાવવા માટેના કામમાં લાગી ગયા હતા અનેક મહાનગરો જેમ કે મુંબઈ અને દિલ્હીમાં લોકો સ્વયંભૂ રૂપથી સોસાયટીઓમાં થાળી અને ઘંટી લઈને તબીબો મીડિયા કર્મીઓ અને પોલીસ સાથે આવશ્યક સેવાઓ ના યોદ્ધાઓને સલામી આપી રહયા તો ગુજરાત ના મહાનગર રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરા ખાતે પણ લાખોની સંખ્યામાં લોકોએ જનતા કર્ફ્યુનું સીધું જ સમર્થન કર્યું છે રવિવાર છતાં રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળવા અને ફરવા માટે ટેવાયેલા છે પરંતુ આ ઘડીએ કોરોના ને હરવા માટે જનતા કર્ફ્યુમાં જોડાઈને લોકોને એક સાથે આ મહામારી થી બચાવવા સ્વયંભૂ રૂપથી સાથ આપી રહ્યા છે આવો બધા જ મળીને આ મહામારી થી લાડવા માટે એક બનીએ 

Related News