દ્વારકા જગતમંદિરની ચારે તરફ દબાણો હટાવવામાં તંત્ર ઉદાસીન કેમ ?

નેશનલ ન્યૂઝ Publish Date : 03 February, 2020

દ્વારકા જગતમંદિરની ચારે તરફ દબાણો હટાવવામાં તંત્ર ઉદાસીન કેમ ?

દેવભૂમિ દ્વારકા 

કરોડો શ્રદ્ધાળુઓની અસ્થાના કેન્દ્ર એવા દ્વારકાધીશના મંદિરની ચારે તરફ દબાણોએ અનેક સવાલ સર્જી દીધા છે, જગતમંદિરની ચારે તરફના દબાણો અંગે હવે સવાલ ઉઠાવ્યા છે ધનરાજભાઈ નથવાણીએ , ધનરાજભાઈ નથવાણી દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ છે અને આ અંગે સાંસદ પરિમલભાઈએ ત્રણ વર્ષ પહેલા સવાલ કર્યા હતા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ધનરાજભાઈ નથવાણીએ સવાલ ઉઠાવીને ટ્વીટ દ્વારા સીએમઓ ને આ બાબતે અવગત કર્યા છે, જગત મંદિરની ચારે તરફ ગેરકાયદે બાંધકામ અંગે કાર્યવાહી ક્યારે થશે એ મુદ્દો આજે ચર્ચામાં આવ્યો છે, આજે આ બાંધકામો ફૂલીફાલી રહ્યા છે અને આ સવાલ આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બની ગયો છે , એક તરફ અતિક્રમણ હટાવવા અને દબાણો દૂર કરવા એ ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રની જવાબદારી બને છે જોકે દ્વારકા ખાતે નગરપાલિકા પાસે આ ગેરકાયદે બાંધકામ અંગે કાર્યવાહીની અપેક્ષા રાખવીએ વાંઝણી સ્ત્રી પાસે સંતાનની  અપેક્ષા રાખવા બાબત સમાન છે જોકે હવે સવાલ ઉઠ્યાં છે, ધનરાજભાઈ નથવાણી તરફથી અને તેને ગુજરાતના મુખ્યમંત્રીને ટ્વીટ કરીને આ અંગે કાર્યવાહી કરવા માટે પૂછું છે કે શું ગુજરાત સરકાર જગત મંદિરની ચારે તરફ બનેલા ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરશે કે કેમ કારણ કે આ સવાલ ત્રણ વર્ષ પહેલા પરિમલભાઈ નથવાણી પણ ઉઠાવી ચુક્યા છે આખરે દ્વારકા જગત મંદિરની સુરક્ષા અને તેની જાળવણી નો સવાલ છે 

Related News