દુબઈના શાસકની પત્ની રાજકુમારી હયાના બોડીગાર્ડ સાથે અનૈતિક સબંધો હોવાનો ખુલાસો થયો છે, રાજકુમારી હયાના તેના બોડીગાર્ડ સાથેના સંબંધોને લઈને તેને 12 કરોડ રૂપિયાની જંગી રકમ ચૂપ રહેવા માટે ચૂકવી હોવનમું ખુલ્યું છે, રાજકુમારી હયા દુબઈના શાસક ની છઠ્ઠી પત્ની છે એ તે દુબઇ થી ભાગીને લંડન ખાતે રહે છે હયા સાથે દુબઈના શાસકે શરીયા મુજબ તલાક લીધા છે અને તેના અને તેના પતિના ઇંગ્લેન્ડની કોર્ટમાં બાળકોની કસ્ટડી માટે કેસ ચાલી રહ્યો હતો , હાલ આ મામલે ખુલાસો થયો છે કે હયાના તેનાજ બોડીગાર્ડ રસેલ ફોલોવર્સ સાથે સબંધી હતા, દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન સાથે હયાના વિવાહિત જીવન નો અંત આવી ગયો હતો, રાજકુમારી હયાના અન્ય ત્રણ બોડીગાર્ડને પણ રસેલ સાથેના સબંધો અંગે ચૂપ રહેવા 12 કરોડ રૂપિયા આપ્યા હોવાની વિગતો ઇંગ્લેન્ડના સ્થાનિક અખબારે રિપોર્ટમાં ઉલ્લેખ કર્યા છે, રાજકુમારી હયાએ રસેલને લાખોની કિંમતના મોંઘા ગિફ્ટ આપ્યા હોવાનું ખુલ્યું છે