દુબઈમાં 2 હજાર દિરહામ હશે તો જ પ્રવેશ મળશે :નવો નિયમ દુબઇ ઓથોરિટીએ લાગુ કર્યો

SAURASHTRA Publish Date : 18 October, 2020 03:07 AM

દુબઈમાં 2 હજાર દિરહામ હશે તો જ પ્રવેશ મળશે :નવો નિયમ દુબઇ ઓથોરિટીએ લાગુ કર્યો

જો તમે દુબઇ જવા માંગતા હો અને તમારી 2પાસે  હજાર દિરહામ છે તો જ તમને દુબઇ એરપોર્ટ ઉપર ઉતારવા દેવામાં આવશે , દુબઇમાં પ્રવેશ કરનારા તમામ માટે આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે જો કોઈ વ્યક્તિ પાસે 2 હજાર દિરહામ નહિ હોઈ તો તેઓને ડિપોર્ટ કરી દેવામાં આવશે આ સમસ્યામાં સૌથી વધુ ભોગ ભારતીય મુસાફરો બની રહ્યા છે ,દુબઇ ખાતે ફરવા જવા કે અન્ય કોઈ કામ માટે જતા પ્રવાસીઓ માટે સ્થાનિક સરકારે નવા નિયમ લાગુ કર્યા છે જેને પગલે રોકડા 2 હજાર દિરહામ ના ધરાવતા સંખ્યાબંધ લોકોને એરપોર્ટ ઉપરથી જ પરત મોકલવામાં આવી રહ્યા છે , નવો નિયમ દુબઇ ઓથોરિટીએ એટલા માટે લાગુ કર્યો છે કેમ કે દુબઇ નું ચલણ વધુને વધુ પ્રમાણમાં ફરે અને તેનું અર્થતંત્ર મજબૂત બને , દુબઇ જનારા ભારતીય લોકો રોકડા 2 હજાર દિરહામ રાખ્યા વગર દુબઇ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા જે પૈકીના સંખ્યાબંધ લોકોને પરત ફરવું પડી રહ્યું છે આવું થવામાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓનો સૌથી વધુ ડિપોર્ટ થવાનો વારો આવ્યો છે 

Related News