દેવભૂમિ દ્વારકા ભારે વરસાદ થી બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ 

સમાચાર Publish Date : 30 September, 2019

દેવભૂમિ દ્વારકા,

દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે , દ્વારકા જિલ્લામાં ભાણવડ અને લાંબા તેમજ દ્વારકા , ખમ્ભાળિયા,સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે , ભાણવડ અને લાંબામાં ગત 24 કલાકમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી ફરી વળતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે , વરસાદને પગલે ખેતીને વ્યાપક નુકશાન પહોંચ્યું છે , તો ચારે તરફ તારાજી અને નુક્શાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે , ભારે વરસાદને પગલે જનજીવન પ્રભવિત બન્યું છે , તો લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે 

Related News