ગણપતિ બાપ્પાને વાજતે ગાજતે વિદાય અપાઈ

સૌરાષ્ટ્ર Publish Date : 12 September, 2019

rajkot
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગણેશ મહોત્સવ આજે પૂર્ણ થયો છે , 10 દિવસ સુધી વિઘ્નહર્તાની વિધિવત સ્થાપના અને પૂજા બાદ આજે બાપાની ભાવભીની વિદાયનો દિવસ છે ,રાજકોટમાં અલગ અલગ 5 સ્થળે બાપાની પ્રતિમાનું વિસર્જન કરવાં માટે વ્યવસ્થા કરવામાં આવી છે ,  વિવિધ પંડાલોમાં બાપ્પાની પ્રતિમાની વિધિવત પૂજા કર્યા બાદ બાપાને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ભાવભીની વિદાઈ આપવામાં આવી રહી છે, શહેરમાં લગભગ 300 જેટલા સાર્વજનિક અને અલગ અલગ ગણેશ મહોત્સવના આયોજન થયા હતા તમામ સ્થળે થી બાપ્પાને આયોજકોએ વિદાય આપી છે , કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે આજી ડેમ, ન્યારા, વાગુદડ, ઝાંખરા પીર સહિતના સ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડના સ્ટાફને તેનાત  કરવામાં આવ્યો છે

Related News