લોકડાઉંન હેલ્થ પરમીટ ઘરાકો માટે ભારે મુશ્કેલી : અનેક પ્યાસીઓની તબિયત ખરાબ થવાનો ખતરો

નેશનલ ન્યૂઝ  Publish Date : 14 April, 2020 12:37 PM

લોકડાઉંન હેલ્થ પરમીટ ઘરાકો માટે ભારે મુશ્કેલી : અનેક પ્યાસીઓની તબિયત ખરાબ થવાનો ખતરો 

gujratpost.com

દેશભરમાં લોકડાઉંન લંબાવવામાં આવ્યું છે લોકડાઉંન લંબાવવા ને પગલે વિવિધ ક્ષેત્રના ઉદ્યોગ ધંધા બંધ છે , ઉદ્યોગ સાથે સાથે બજારો પણ બંધ છે આવશ્યક વસ્તુઓ પૈકી રાશન-દૂધ અને શાકભાજી ને છૂટ આપવામાં આવી છે જોકે હેલ્થ પરમીટ ધરાવતા લોકોની હાલત કફોડી બની છે , આમ તો આલ્કાહોલ એ આવશ્યક વસ્તુ અંતર્ગત આવતો નથી પરંતુ તબીબી અભિપ્રાય મુજબ જે વ્યક્તિઓને હેલ્થની પરમીટ આપવામાં આવી છે,તેઓની હાલત અત્યારે સૌથી વધુ તકલીફ હેલ્થ પરમીટ ધારકો ની થઇ રહી છે ગુજરાતમાં પરમીટ ધરાવતી દારૂની દુકાનો બંધ છે અને તેને પગલે પ્યાસીઓ ની હાલત કફોડી છે આ સ્થિતિમાં દેશના અન્ય રાજ્યોમાં હેલ્થ પરમીટ ધરાવતા લોકો માટે સીમિત માત્રામાં પરમીટ ધારકોને મંજૂરી આપવાની માંગણી ઉઠી છે જોકે ગુજરાતમાં હજુ સુધી આવી કોઈ ચર્ચા ઉઠી નથી માત્ર પ્યાસીઓ જ આવી  અંદરખાને માંગણી કરી રહ્યા છે કે પરમીટ ધારકો માટે આગામી 3 મેં સુધી પરમીટ ધારકોને આંશિક છૂટ આપવામાં આવે જેથી તેઓની તબિયત ખરાબ થતી અટકી શકે જોકે આ વાત હજુ સુધી તંત્ર સુધી પહોંચી હોઈ તેવું લાગતું નથી 

Related News