રાજકોટ તાલુકા પંચાયતની હરીપર પાળ બેઠક ઉપર ભાજપના ગીતાબેન રાઠોડનો ભવ્ય વિજય
રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાનભાઈ ચાવડા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મનોજ ભાઈ રાઠોડની મહેનત રંગ લાવી
રાજકોટ
રાજકોટ તાલુકા પંચાયતની લોધિકા તાલુકાની હરીપર પાળ બેઠક ઉપર ભાજપના ગીતાબેન રાઠોડનો ભવ્ય વિજય થયો છે. આ બેઠક ઉપર રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાનભાઈ ચાવડા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મનોજ ભાઈ રાઠોડે ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા કરેલી મહેનત રંગ લાવી છે . અને ભાજપનો કેસરિયો રંગ આ પંથકમાં ફેલાયો છે. હરીપર પાળ અને બાલસર વાગુદડના ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા રાત દિવસ મહેનત કરનારા તમામ નામી અનામી અનેક કાર્યકરોનો બન્ને આગેવાનોએ આભાર માની પ્રજાકીય કાર્યો માટે ભાજપ કાયમ સક્રિય રહેશે તેવો કોલ પણ બન્ને આગેવાનોએ આ વિસ્તારના મતદારોને આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે
તાલુકા પંચાયતની બેઠક હરીપર પાળ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મનોજભાઈ રાઠોડની જન્મભૂમિ છે.