સીએમ વિજયભાઈ રૂપાણીની જાહેરાત ; ચારે મહાનગરમાં રાત્રી કર્ફ્યુ જ રહેશે ; દિવસે કર્ફ્યુમાંથી મુક્તિ
ગાંધીનગર
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં હવે દિવસે કર્ફ્યુ નહીં આવે તેવી વિશેષ જાહેરાત કરી છે, અમદાવાદમાં હવે દિવસે કર્ફ્યુ નહીં થાય , માત્ર રાત્રી કર્ફ્યુ જ રહેશે ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પહેલા સમીક્ષા બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો નિર્ણય લીધા બાદ સાંજે 6.30 કલાકે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે રાત્રીના કર્ફ્યુનો અમલ રાજ્યના ચારે મહાનગરોમાં થશે અને તેની સાથે રાજ્યમાં અમદાવાદ ખાતે લાગુ કરવામાં આવેલા દિવસના કર્ફ્યુનો હટાવી લેવામાં આવ્યો છે આમ અમદાવાદ ખાતે કાલથી હવે માત્ર રાત્રીના જ કર્ફ્યુ અમલી રહેશે