ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો : 8-0થી જીત્યો મુકાબલો : કોંગ્રેસ માટે આત્મચિંતન નો સમય 

GUJARAT Publish Date : 10 November, 2020 03:34 AM

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો : 8-0થી જીત્યો મુકાબલો : કોંગ્રેસ માટે આત્મચિંતન નો સમય 

 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે , ભાજપે તમામ 8 બેઠકો ઉપર કબ્જો કર્યો છે , રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના 8 ધારાસભયોએ રાજીનામાં આપ્યા હતા અને તેને પગલે ખાલી પડેલી બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી, જેમાં આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, સવારથી ઉતેજના ભરેલા માહોલમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં હાજપને 8 પૈકી 7 બેઠકો ઉપર સીધી લીડ મળી હતી જોકે મોરબીને લઈને બપોરે 2 વાગ્યા સુધી રસાકસી સુધીનો માહોલ જોવા મળ્યો હતો , પરંતુ મોરબી શહેરમાં મળેલી લીડથી બ્રિજેશ મેરજાએ બાજી પલટાવી નાખી હતી અને વિજય પોતાના ખાતે અંતે કરી ધીધો હતો ભાજપ માટે ધારી બેઠક ઉપર પણ કપરા ચઢાણ હતા જોકે ધારી બેઠક પણ ભાજપે કબ્જે કરી છે તો લીમડીની પરંપરાગત બેઠક વર્ષ 2017માં ગુમાવ્યા બાદ આ વખતે કિરીટસિંહ રાણા ને ફરી ટિકિટ આપીને લીમડી પણ કબ્જે કરી છે તો ગઢડા જુના જોગી આત્મારામ પરમાર ને લડાવીને કબ્જે કર્યું છે કપરાડા અને ડાંગ તેમજ કરજણ અને સૌથી મહત્વની અબડાસા બેઠક પણ ભાજપે કબ્જે કરી છે અબડાસામાં એવી કહેવું છે કે અહીં મતદારો બીજી વખત કોઈ ઉમેદવારને  વિજય નથી અપાતા અને હંમેશા અહીં ઉમેદવાર બદલવો પડતો રહ્યો છે પરંતુ અહીં પ્રદ્યુમનસિંહ જાડેજાએ વિજય મેળવીને ઇતિહાસ પણ બદલી નાખ્યો છે આમ ભાજપે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો ઉપર કમલ ખીલાવીને વિધાનસભામાં સ્થિતિ માબજુત કરી છે , તો કારમો પરાજય મેળવીને કોંગ્રેસ માટે હવે આત્મચિંતન કરવાનો સમય આવ્યો છે , કારણ કે વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી સહિતના નેતાઓએ ચલાવેલા કેમ્પેઇન ગાંડો ચાલશે પણ ગદ્દાર નહિ ચાલે એ સૂત્રને લોકોએ નકારી દીધું અને ચિંતન કરવા માટે કોંગ્રેસને સમય આપ્યો છે અહીં એ પણ લખવાનું છે કે કોંગ્રેસ ઉમેદવારો ની પસંદગી સાથે જનતાની વચ્ચે જવાનું પણ શીખી લ્યે કારણ કે સભાઓમાં ભાષણ કરવા અને ગાડીઓમાં ફરી કાર્યકરો ને સૂચનાઓ આપીને છટકી જવું એ હવે જનતા નહિ સ્વીકારે જનતાની વચ્ચે જઈને જાણતા જે ઈચ્છે એ આપવાનું સ્વીકારવું પડશે સાથે ખાલી ચૂંટણી સમયે જ નહિ આખું વર્ષ કામ કરવું પડશે 

Related News