આગામી દિવાળીના તહેવાર ઉપર ફટાકડા ફોડવાને લઈને ગુજરાત સરકારનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપીને જાહેરમાં ફટાકડા ફોડવા ઉપર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે , ગુજરાત સરકારે આદેશ આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં ફટાકડા નહિ ફોડી શકે, દિવાળીના તહેવાર ઉપર જાહેરમાં ફટાકડા ફોડવા અને તેને લીધે થતા પ્રદુષણ અને આગજની અને અન્ય નુકસાનથી બચવા માટે આ જાહેરનામા,નો કડક અમલ કરવામાં આવશે , આ જાહેરનામા અંગે રાજ્યના તમામ જિલ્લા સ્તરે આદેશનો અમલ કરવા જણાવી દેવામાં આવ્યું છે