સીઆર પાટીલે કરેલી જાહેરાત થી રાજકોટ ભાજપમાં યુવાઓ જોશમાં તો જુના જોગીઓના હોશ ગાયબ ! : પ્રદેશની લડાઈનો ભોગ રાજકોટમાં લેવાઈ રહયાની ચર્ચા
રાજકોટ
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ દ્વારા ઉમેદવારોને લઈને કરવામાં આવેલી ત્રણ મહત્વના નિયમનોને લઈને રાજકોટ શહેર ભાજપમાં વડીલો અને જુના જોગીઓમાં ભારે નારાજગી છવાઈ છે તો યુવા વર્ગ કે જેની કોઈ ગંભીરતા પૂર્વક નોંધ જ લેવાતી ન હતી કે ગોડફાધર વગર કોઈ આંગળી પકડીને આગળ લાવતું ન હતું તેવા ટિકિટ ના દાવેદારો ગેલમાં આવી ગયા છે જેઓનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ જ નથી તેવા નવા ચહેરાઓને આ વખતે મહાપાલિકાની ટિકિટ મળી શકે તેવી સંભાવના વધી છે જોકે જુના જોગીઓ કે જેઓએ પાર્ટીને પોતાના 2 દાયકાઓ આપ્યા છે અને જેઓ વડીલ પણ નથી અને યુવાન પણ નથી પરંતુ ત્રણ ટર્મ થી ચૂંટણી લડીને જીતે છે તેવા નેતાઓને ટાઢ ચડી ગઈ હોઈ તેવી પરિસ્થતિ થઇ છે , સીઆર પાટિલના એક નિવેદન અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અંગેના સંકેત થી અનેક એવા નેતાઓ છે જેઓની ઈચ્છા મહાપાલિકામાં હજુ એક ટર્મ ખેંચી લેવાની હતી તેઓને હવે કાંઈક નવું વિચારતા કરી દીધા કે જોકે સીઆર પાટીલનો સંદેશ સ્પષ્ટ રૂપથી સમજી ગયેલા નેતાઓએ પાર્ટીની લાઈનમાં રહેવાનું જ મુનાસીબ માન્યું છે , ચર્ચા એ ચાલી રહી છે કે પ્રદેશ કક્ષાએ લડાઈ લાદવામાં આવી રહી છે અને તેનો ભોગ રાજકોટમાં લેવાઈ રહ્યો છે