દિવાળી દેખાણી : ગુજરાતમાં 9 લાખથી વધુ ઇલેક્ટ્રોનિક આઇટમોનો થયો વેપાર
TOP STORIES Publish Date : 07 November, 2020 02:20 AM
Share On :
દિવાળી દેખાણી : ગુજરાતમાં 9 લાખથી વધુ ઇલેક્ટ્રોનિક આઇટમોનો થયો વેપાર
કોરોનાને પગલે મુશ્કેલીમાંથી પસાર થતા અર્થતંત્રને રાહત પ્રાપ્ત થયા છે, રાજ્યમાં તહેવારી ખરીદી નીકળવાથી વેપાર ધંધાને હવે વેગ મળી રહ્યો હોઈ તેમ દેખાઈ રહ્યું છે, મંદીનો માર વાહન કરી રહેલી ઇન્ડસ્ટ્રીઝને દિવાળી ઉપર બુસ્ટર ડોઝ મળ્યો છે, રાજ્યમાં ખરીદીનો તહેવારી દોર આગળ વધવાથી ઇલેક્ટ્રોનિક બઝારમાં તેજી જોવા મળી રહી છે, તહેવારી સિઝનને પગલે દિવાળી પહેલા જ 9 લાખથી વધુ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વેપાર થયાનું નોંધાયું છે, જેમાં ટીવી, ફ્રિજ, રેફ્રિજરેટર,વોશિંગ મશીન, અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સમાવેશ થાય છે , આ ઉપકરણોમાં ટેલિવિઝન સાથે સ્માર્ટ ટીવી , હોમ એપ્લાઈન્સીસ અને ગેજેટનો વેપાર વધુ થયો છે તો મોટી સંખ્યામાં ડ્રોન માટે પણ ઈન્કવાયરી અને ખરીદી થઇ હોવાનું નોંધાયું છે ,એટલું જ નહિ લાઇટિંગ અને હોમ સિસ્ટમ સાથે જંગી માત્રામાં મોબાઈલ અને તેની એસેસરીઝ નું સતત વેચાણ વધ્યું છે , એક માંન્દાજ મુજબ ઇલેક્ટ્રોનિક આઇટમોમાં જ ગુજરાતમાં 1100 કરોડથી વધુનો વેપાર થયાનું નોંધાયું છે