કપાસિયા અને સીંગતેલના ભાવમાં થયો ઘટાડો, ડબ્બે 30 થી 100 રૂપિયા ઘટી ગયા 

આંતરરાષ્ટ્રીય Publish Date : 01 February, 2020

રાજકોટ 

મોંઘવારીથી પીડાતી ગૃહણીઓને માટે રાહતના સમાચાર છે , સમાચાર ખાદ્યતેલના ભાવ ઘટાડાને લઈને , સીંગતેલના ભાવમાં ડબ્બે 20 રૂપિયાથી 30 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો કપાસિયા તેલના ભાવમાં પણ ઘટાડો થયો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 100 રૂપિયા જેટલો ઘટી ગયો છે , હાલ કપાસિયા તેલનો ડબ્બો 15 લિટરના ભાવ 1400 થી 1410 સુધી છે તો સીંગતેલનો ભાવ 1890 થી 1900 રૂપિયા સારી બ્રાન્ડના છે બજારમાં ભાવ ઘટાડા પાછળ ઘરાકી ન હોવા અને આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે તો સૌથી મોટી બાબત છે મોંઘવારીથી પીડાતા લોકો દ્વારા બારમાસી સીંગતેલ ભરવાને બદલે દર મહિને તેલ ખરીદવાનું શરુ કરવાનો ટ્રેન્ડ હોવાનું બજારના નિષ્ણાંતો અનુમાન લગાવી રહ્યા છે હાલ તો બજારમાં નવા પાકની સીઝન હોવાથી ખાસ તો ઘઉં અને રોકડીયા પાક જેમ કે મસાલા ઉપર ધ્યાન કેન્દ્રિત થયાનું સામે આવ્યું છે 

Related News