26 જાન્યુઆરી દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી :રાષ્ટ્ર સર્વોપરીનો મંત્ર
દેશભરમાં 26 જાન્યુઆરીના પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે... કોરોના સામેની લડાઈને લઈને આજે દેશ મહત્વના પડાવ ઉપર છે... દેશમાં વિકસિત રસી આજે અડધી દુનિયા સુધી પહોંચી રહી છે... દેશ વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ વિરાટ ડગલું ભરી રહ્યો છે... દેશનો ઇતિહાસ અને વર્તમાન સાથે ભવિષ્ય ઉજ્વળ છે ત્યારે દેશના આમ થી લઈને ખાસ નાગરિક માટે રાષ્ટ્ર સર્વોપરી મંત્ર અપનાવવો જરૂરી છે... આજે દેશમાં અનેક પડકારો છે... ગરીબી દૂર કરવી એ સૌથી મોટી જરૂરિયાત છે... તો મધ્યમવર્ગ માટે મોંઘવારીએ આજે સૌથી મોટી સમસ્યા છે... આજે પણ દેશમાં દીકરીઓને નરપિશાચોનો શિકાર બનવું પડી રહ્યું છે.. ભ્રસ્ટાચાર અને લાંચીયાઓની ભ્રષ્ટ વૃત્તિ આજે પણ સૌથી મોટી સમસ્યાઓ પૈકીની એક છે... બધા જ વર્ગને શિક્ષણ મળવું જોઈએએ બંધારણીય હક્કનું સંપૂર્ણ અમલીકરણ જરૂરી છે.... આજે પણ દેશના 100 ટકા ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું નથી...ત્યારે દેશના દરેક લોકો સુધી રાજધાની જેવી જ સુવિધા મળે અને રાષ્ટ્ર ખરેખર વિકસિત બને, એ માટે દેશના દરેક વ્યક્તિએ રાષ્ટ્ર સર્વોપરીનો મંત્ર અપનાવો પડશે તો જ ભારત વિશ્વગુરુ બની શકશે અને તેના માટે દેશના તમામ વર્ગના ધર્મના જાતિના લોકોને એક બનીને દેશ જ સર્વોપરીનો મંત્ર અપનાવો પડશે
જય હિન્દ
ગુજરાતપોસ્ટ.કોમ