રાજકોટ સહીત રાજ્યભરમાં કોરોના ને લઈને તંત્ર એલર્ટ છે, રાજ્યના ચાર મહાનગરો પૈકી રાજકોટમાં પણ કોરોના ના વધતા કેસને લઈને રાત્રી કર્ફ્યુ લગાડવામાં આવ્યો છે અને તેને લાઈન એ 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને કોઈ જ આયોજનની મંજૂરી આપવામાં આવી આથી, જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ જણાવ્યું છે કે રાત્રી કર્ફ્યુ ભલે શહેરમાં લાગુ હોઈ પરંતુ પાર્ટી એક અન્ય કોઈ આયોજન ને મંજૂરી આપવામાં આવશે નહિ
૩૧ st ને લઈને ગ્રામ્ય પોલીસ સતર્ક બની છે એક તરફ રાજકોટ શહેરમાં સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ લગાડવામાં આવ્યું છે જેના કારણે ૩૧stની પાર્ટી કરતા લોકો સ્વાભાવિક વાત છે કે ગ્રામ્ય વિસ્તાર જ પસંદ કરશે ... ત્યારે આજ રોજ ૩૧ st ના બંદોબસ્ત અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જણાવ્યું હતું કે થર્ટી ફર્સ્ટે નિમિત્તે જિલ્લામાં 12 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે તેમજ રાજકોટના તમામ એન્ટ્રી પોઈન્ટ કે જે લોકો શહેરી વિસ્તારમાંથી બહાર નીકળે છે તેમનું વ્યાજબી કારણ પૂછવામાં આવશે તેમજ સઘન ચેકિંગ કરવામાં આવશે સાથે જ ગ્રામ્ય વિસ્તારના તમામ પોલીસ મથકોનો સ્ટાફ ખડે પગે રહેશે તેમજ LCBની ત્રણ ટીમોને પણ ચેકીંગ માટે કે જ્યાં પાર્ટીઓ થશે ત્યાં રેડ કરવા માટે તૈનાત કરવામાં આવી છે. સાથે જ ફાર્મહાઉસ અને કારખાનાઓ પર ખાસ વોચ રાખવામાં આવશે. તમામ ચેકપોસ્ટ પર શંકાસ્પદ વ્યક્તિઓ નું બ્રેથ એનેલાઇઝર થી ચેકીંગ કરવામાં આવશે જે માટે વધુ સિરિન્જની માગણી પર ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી છે. તો સાથે જ જિલ્લા પોલીસ વડાએ બિન જરૂરી બહાર ન નીકળવા લોકોને અપીલ પણ કરી છે..