સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું : દીવથી કચ્છ સુધી વવઝોડાની ત્રિજીયા 

નેશનલ ન્યૂઝ  Publish Date : 31 May, 2020 06:08 AM

RAJKOT

અરબી સમુદ્રમાં સક્રિય બનેલું વાવાઝોડું ધીમે ધીમે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે , અરબી સમુદ્ર માં સર્જાયેલા ડીપ ડિપ્રેશન એ વાવાઝોડાનું સ્વરૂપ લીધી છે જે 50 થી 60 કિમિ પ્રતિ કલાકની ઝડપે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી રહ્યું છે જે આગામી 4 થી પાંચ દિવસ દરમિયા સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ટકરાઈ શકે તેમ છે, હાલ વાવઝોડુ અરબી સમુદ્રમાં લગભગ 50 કિમિ દૂર હોવાનું નોંધાઈ રહ્યું છે,તો વાવાઝોડાની ગતિ જોતા તે દીવ થી લઈને દ્વારકા સુધી અને આગળ વધીને કચ્છ તરફ ફંટાઈ શકે તેવી સંભાવના છે, વર્તમાન સ્થિતિઓને લઈને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે , તો 31 મેં થી માછીમારી ની સીઝન પૂર્ણ થઇ રહી હોવાથી મોટાભાગની બોટ દરિયા કિનારે લંગરી રહી છે, જેથી દરિયા કાંઠે લાંગરેલી બોટને સલામત રાખવા માટે પણ તંત્ર એલર્ટ છે તો સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવેલા બંદરોમાં એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે, દીવ , વેરાવળ, જાફરાબાદ,પોરબંદર, દ્વારકા અને કચ્છના માંડવી અને કંડલા બંદર ખાતે વહીવટી તંત્ર એલર્ટ ઉપર છે, વાવાઝોડાંની ગતિ જેમ જેમ આગળ વધશે તેમ તેમ નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવધાન રહેવા માટે પણ સૂચના આપવામાં આવનાર છે 

Related News