પ્રથમ ફેસમાં બુલેટ ટ્રેઈન અમદાવાદથી વાપી વચ્ચે દોડશે ; મુંબઈ બીજા ફેસમાં
ન્યૂઝ ડેક્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વના ગણાતા ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રથમ તબક્કે અમદાવાદથી વાપી વચ્ચે દોડી શકે છે,... બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડાવવા માટે તંત્રે પુરે પૂરું જોર લગાવ્યું હતું પરંતુ મુંબઈ સુધી બુલેટ ટ્રેન દોડે એ માટે મહારાષ્ટ્ર સરકાર નો યોગ્ય પ્રતિસાદ જરૂરી હતો જોકે મહારાષ્ટ્ર સરકારના ઠંડા પ્રતિસાદ અને નિરુત્સાહને લઈને હવે રેલવે બુલેટ ટ્રેનને અમદાવાદ અને વાપી સુધી દોડાવવા માટે તૈયારી કરવામાં આવી રહી છે અને તેને લઈને રેલવે બોર્ડે તૈયારી કરી છે