અયોધ્યામાં નવનિર્માણ પામનાર ભવ્ય રામ મંદિર આપણી સંસ્કૃતિ
અને સામૂહિક શક્તિનું પ્રતિક બની રહેશે : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
રાજકોટ ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનમાં સહભાગી થતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પાંચ લાખ રૂપિયાનું સમર્પણ
પૂ. રમેશભાઇ ઓઝાને અર્પણ કર્યું
રાજકોટ, ૨૧ જાન્યુઆરી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અયોધ્યામાં નિર્માણ થનાર ભવ્ય રામમંદિરના કાર્યમાં દેશના કરોડો લોકો યથાશક્તિ સમર્પણ કરી પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે, તેમ જણાવી રામ જન્મભૂમિ ખાતે નિર્માણ પામનાર આ ભવ્ય મંદિર એ આપણી સંસ્કૃતિ અને સામૂહિક શક્તિનું પ્રતિક બની રહેશે તેવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.