અયોધ્યામાં આવું હશે ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થશે ; અયોધ્યાના નવા રામમંદિર મોડેલના કરો દર્શન 

એડિટર પોઇન્ટ Publish Date : 21 July, 2020 02:41 AM

અયોધ્યામાં આવું હશે ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થશે ; અયોધ્યાના નવા રામમંદિર મોડેલના કરો દર્શન 

40 કિલો ચાંદીની ઈંટ નું પૂજન થશે : અભિજીત મુહૂર્તમાં સર્વાર્થ સિદ્ધિ યોગમાં ભુમીપુજન 
 
ન્યૂઝ ડેક્સ 
 
5 ઓગસ્ટના રોજ ભગવાન શ્રીરામના જન્મ સ્થળ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે , ત્યારે દરેક રામભક્તના મનમાં એ જાણવાની ઈચ્છા જરૂર થઇ રહી છે કે કેવું હશે ભગવાન શ્રીરામ નું ભવ્ય અને દિવ્ય મંદિર , તો અમે આપને એ તમામ બાબતો જણાવવા જય રહયા છે જે શ્રીરામચંદ્રજીના ભવ્ય મંદિરને લગતી હોઈ 
 
ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના ગર્ભગૃહ ના નકશામાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી , પરંતુ મંદિરમાં અગ્રભાગ, સિંહ દ્વાર , નૃત્ય મંડપ અને રંગમંડપ ને છોડીને બાકીના મંદિરના ભાગમાં પરિવર્તન આવી શકે છે , જુના મંદિર મોડેલમાં માત્ર 2 માળનું મંદિર બનવાનું હતું તેમાં હવે પરિવર્તન આવશે , નવા મોડેલ મુજબ મંદિર 3 માળનું બનશે 
 
મંદિર 268 ઊંચું અને 144 ફૂટ પહોળું બનશે , મંદિર નો મૂળ ભાગ એવો જ રહેશે જેવો મૂળ મંદિરનો નકશો છે , મંદિરમાં અગ્રભાગ, સિંહ દ્વાર , નૃત્ય મંડપ અને રંગમંડપ ને છોડીને બાકીના મંદિરના ભાગમાં પરિવર્તન આવી શકે છે , જુના મંદિર મોડેલમાં માત્ર 2 માળનું મંદિર બનવાનું હતું તેમાં હવે પરિવર્તન આવશે ,161 ફૂટ ઊંચા મંદિરમાં 318 સ્થંભ લગાડવામાં આવશે સાથે જ 120 એકડ જમીનમાં બનનારા આ મંદિરમાં પાંચ ગુંબનજ લગાડવામાં આવશે 
 
મંદિર નું ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિર સમિતિ અને નૃત્યગોપાલ દાસજી ની ઉપસ્થિતિમાં તાંબાના કળશમાં ગંગા જળ સાથે અભિજીત મુહૂર્ત અને સવર્થ સિદ્ધિ યોગમાં 40 કિલો ચાંદીની ઈંટ નું પૂજન કરીને શુભારંભ કરવામાં આવશે વિશેષ મંત્રોચાર સાથે આ મંદિરનું નિર્માણ કાર્ય શરુ થશે 

Related News