અયોધ્યામાં રામ મંદિર માટે સૌરાષ્ટ્રના 600 થી વધુ મંદિરોનો માટી એકત્ર કરવામાં આવી 

એડિટર પોઇન્ટ Publish Date : 25 July, 2020 12:36 PM

અયોધ્યામાં રામ મંદિર માટે સૌરાષ્ટ્રના 600 થી વધુ મંદિરોનો માટી એકત્ર કરવામાં આવી 

આવી છે શુભ ઘડી....... અવધમાં રામરાજ  સ્થપાશે,......બોલો શ્રીરામ ચંદ્ર કી જય......

ભવ્ય અને દિવ્ય મંદિર માટે તૈયારીઓ શરૂ ,....પથ્થર સમારવા અને ઘાટ આપવાનું કામ ઝડપી કરાયું 

mayur soni

અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીરામના ભવ્ય અને દિવ્ય મંદિર નું ભૂમિ પૂજન કરવામાં આવનાર છે , 5 ઓગસ્ટના રોજ ભવ્ય રામમંદિર નિર્માણ માટે સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિ માં ભૂમિ પૂજન યોજવામાં આવશે જેના માટે દેશભરના મંદિરો અને તિર્થ સ્થળોની માટીનું એકત્રીકરણ કરવામાં આવી રહ્યું છે 

અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ઐતિહાસિક મંદિર બનવવા માટે 5 ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન કરવામાં આવનાર છે, લગભગ 500 વર્ષ ના વનવાસ બાદ પ્રભુ શ્રીરામ નું ભવ્ય અને દિવ્ય મંદિર અયોધ્યામાં બનવા જય રહ્યું છે ,ત્યારે દેશભરમાંથી અયોધ્યા ખાતે ભૂમિ પૂજન માટે પવિત્ર સ્થળોની માટી એકત્ર કરીને અયોધ્યા પહોંચાડવા માટે મહાકાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે  , રાજકોટ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ ના નેજા હેઠળ સૌરાષ્ટ્રભરના મંદિરો અને ધાર્મિક સ્થળોની પવિત્ર માટીને એકત્ર કરીને અયોધ્યા પહોંચાડવા માટે તૈયારી કરવામાં આવી હતી રાજકોટમાં વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યાલય ખાતે આ માટીને રાખવામાં આવી છે અને અહીંથી અયોધ્યા ખાતે ભૂમિ પૂજન માટે આ માટીને પહોંચાડવામાં આવશે હાલ કળશમાં પવિત્ર માટીને એકત્ર કરીને અયોધ્યા પહોંચાડવા માટે કવાયત કરવામાં આવી રહી છે 

Related News