બીસીસીઆઈ ના પ્રમુખ સૌરવ ગાંગુલીને શું થયું ; હોસ્પિટલમાં કરાયા દાખલ
કોલકાતા
ભારતીય ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ સૌરવ ગાંગુલી ને અચાનક છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો ગાંગુલીને છાતીમાં દુખાવો ઉપાડતા તેને તાત્કાલિક કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ગાંગુલીની તબિયત હાલ સુધારા ઉપર હોવાનું અને તેને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવશે તેવું તબીબોનું કહેવું છે , હાલ ગાંગુલી ની દેખરેખ નિષ્ણાત તબીબો રાખી રહ્યા છે