અષાઢમાં અંધરાધાર વરસી રહ્યો છે મેઘ.....સૌરાષ્ટ્રના 12 ડેમો ઓવરફ્લો: સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો 

એડિટર પોઇન્ટ Publish Date : 07 July, 2020 12:10 PM

અષાઢમાં અંધરાધાર વરસી રહ્યો છે મેઘ.....
સૌરાષ્ટ્રના 12 ડેમો ઓવરફ્લો: સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો 
 
સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા મહેરબાન બન્યા છે, દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયા, કલ્યાણપુર,દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ વરસતા ચારે તરફ પાણી જ પાણી ફરી વધ્યા છે , તો ખંભાળિયામાં રેકોર્ડ બ્રેક 33 ઇંચ વરસાદ વરસ્યો છે, જયારે દેવભૂમિ દ્વારકા ખાતે 13 ઇંચ વરસાદ નોંધાયો છે ,તો જામનગરમાં ભારે વરસાદ ને પગલે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે,સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા બાદ પોરબંદર અને જૂનાગઢને મેઘરાજાએ મુકામ કરીને પાણીથી તરબોળ કરી નાખ્યા છે તો રાજકોટ જિલ્લામાં પણ મેઘમહેર થઇ છે રાજકોટ શહેરમાં 6 ઇંચ જેટલું પાણી મેઘરાજાએ વરસાવ્યું છે તો જિલ્લાના પડધરીમાં 12 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે જેને પગલે પંથકમાં મેઘમહેર છવાઈ ગઈ છે, તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભારે વરસાદને પગલે મોજ ડેમ છલકાઈ ગયો છે ,જિલ્લામાં 3 ઇંચ થી 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે 

Related News