રાજકોટ બર્ડફ્લૂની આશંકા એ રાજકોટ મહાપાલિકાનું પક્ષીઘર બંધ કરાયું
TOP STORIES Publish Date : 08 January, 2021 10:02 PM
Share On :
રાજકોટ બર્ડફ્લૂની આશંકા એ રાજકોટ મહાપાલિકાનું પક્ષીઘર બંધ કરાયું
રાજકોટ
દેશના ચાર રાજયોની સાથે ગુજરાતમાં પણ બર્ડફલૂ અંગે એલર્ટ જાહેર કરાયો છે... રાજ્યમાં પહેલો બર્ડફલુ કેસ મળી આવ્યા બાદ રાજ્ય સરકારે પક્ષીઘર ને લઈને સાવધાની રાખવા માટે જણાવ્યું છે જેના ભાગરૂપે રાજ્યભરના પક્ષીઘર બંધ કરવામાં આવ્યા છે ....
બર્ડફ્લુની આશંકાએ રાજકોટ મહાપાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં આવેલ પક્ષીઘરને બંધ કરવામાં આવ્યું છે... પક્ષી ઘરમાં રહેલા પક્ષીઓ ને સુરક્ષિત રાખવા માટે બહારના મુલાકાતીઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે... ગુજરાતમાં તાપી ખાતે 2 હજાર જેટલા મરઘા અને પક્ષીઓના મોતને લઈને એલર્ટ છે... ત્યારે રાજકોટમાં સાવચેતી રૂપી પગલાં લેવામાં આવી રહ્યા છે... જેના ભાગરૂપે પક્ષી ઘરને બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે...