રાજકોટ ભાજપ સોની સમાજ જૈન સમાજને કેટલી ટિકિટ આપશે :જ્ઞાતિગત ગણિત શું કહે છે ?
રાજકોટ
રાજકોટ મહાપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મેળવવા માટે આશા રાખી રહેલા અનેક લોકોનું ગણિત ગૂંચવાઈ ગયું છે ભાંગાકારની અપેક્ષા રાખનારા ની બાદબાકી થઇ ગઈ છે જોકે સરવાળો થયો છે યુવાઓનો... આ બધા વચ્ચે જ્ઞાતિગત આધારે કોને કોને અને કેટલી ટિકિટ મળે છે ગણિત મંડાયું છે
રાજકોટ ભજપને સૌથી વધુ વફાદાર રહ્યા છે જૈનો અને આ વખતે જૈન સમાજે ઓછામાં ઓછી 2 ટિકિટની અપેક્ષા રાખી છે ..તો મહાજનોના મજબૂત આધાર સાથે સોની સમાજે પણ આ વખતે સમાજને પ્રતિનિધિત્વ મળે એ માટે આશા લગાવી છે ગત વખતે એક ટિકિટ રાણપરા પરિવારને મળી હતી આ વખતે પણ 2 ટિકિટની આશા સોની સમાજ રાખી રહ્યો છે ..ભાજપને વરેલા કડવા પાટીદાર સમાજ અને લેઉવા પાટીદાર સમાજના ચહેરાઓને સૌથી વધુ ટિકિટ મળવાની છે, એટલું જ ન્હાઈન લોહાણા સમાજ અને ઓબીસી સમાજ માંથી આહીર સમાજ અને અન્ય ઓબીસી સમાજને સમાવવા માટે કવાયત ચાલી રહી છે 72 મેન્ડેટ પ્રદેશ માંથી આવનાર છે અને જે પેનલ મોકલવામાં આવી હતી તે પેનલ ઉપરાંત પણ આશ્ચર્ય જન્માવે આવી શકે છે .. રહ્યા છે કે બપોરે 4 વાગ્યા સુધીમાં પાર્ટી કાર્યાલય ખાતે નામો આવી શકે છે જોકે કોઈ ફેરફાર હશે તો તેમાં પણ મોડું થઇ શકે છે..