4 ફેબ્રુઆરીએ પ્રદેશ ભાજપ મનપાના ઉમેદવારોની યાદી જાહેર કરશે :યુવાઓને તક મળશે
ગાંધીનગર
ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 ફેબ્રુઆરીએ મહાપાલિકાના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવશે, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 3 ટર્મ, 50 વર્ષ કરતા વધુ ઉંમર અને સાગા સબંધીઓને ટિકિટ ન આપવાનું એલાન કરવામાં આવ્યું છે, જેને પગલે પાર્ટી સાથે જોડાયેલા યુવા વર્ગ કે જેઓનો કોઈ ગોડફાધર નથી તેવા યુવા કાર્યકરો કે જેઓમાં કામ કરવાની ક્ષમતા છે અને પાર્ટીને આગળ લઇ જવા માટેનું સોશ્યલ નેટવર્ક છે તેઓને ટિકિટ આપીને પાર્ટી ચૂંટણી લડાવવા માંગતી હોવાનું સંકેતના રૂપમાં સામે આવ્યું છે, 4 ફેબ્રુઆરીએ નામોની જાહેરાત કરવામાં આવશે...