ચિક્કીમાં ભેળસેળ રોકવા મામલે રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગને ઠંડી લાગી ગઈ
રાજકોટ
એક તરફ શિયાળો જોરશોરથી જામ્યો છે બીજી તરફ શિયાળામાં સૌથી વધુ ડિમાન્ડમાં રહેતી ચીક્કીમાં ભેળસેળની આશંકા પણ વધી જાય છે , ત્યારે દર વર્ષે રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગ હસ્તકના ફૂડ વિભાગ દ્વારા ચીક્કી ઉત્પાદકો અને તેના વિક્રેતાઓ ઉપર ચેકીંગ અને દરોડા પાડવામાં આવે છે મ, ચિક્કીમાં હલકા કહી શકાય તેવા ગોળની ભેળસેળ અને શંખજીરૂના ઉપયોગની આશંકાએ સ્થળ ઉપર જઈને દરોડા પાડવા અને નમૂના લેવાની અને તેને લેબમાં પરીક્ષામાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે જોકે આ બધું આ વર્ષે કડકડતી ઠંડી થવાની સાથે જ ચેકિંગમાં પણ ઠંડુ પડી ગયું છે આ અને આ ઠંડક ચીક્કી ઉત્પાદકોની ભલામણની ગરમીને પગલે ચેકીંગ ઉપર અચાનક બ્રેક લાગી ગઈ છે , જોકે આ વર્ષે મકરસંક્રાંત આવે ત્યાં સુધીમાં ફૂડ વિભાગ ભૂલ સ્વીકારીને કાર્યવાહી કરી શકે છે ભૂતકાળમાં ચીક્કી ઉત્પાદકો ઉપર દરોડાની કામગીરી કરવામાં આવી હતી અને ત્યાં અનેક પ્રકારના નિયમોનો ભંગ થતો સામે આવ્યો હતો , જોકે મોટા ચીક્કી ઉત્પાદકો ભલામણ અને લાગવગશાહી ને પગલે અને એનકેન પ્રકારે ઢાંકપિછોડો કરાવવા પ્રયત્નશીલ રહે છે પરંતુ જાહેર જનતાના હિતમાં ફૂડ વિભાગે દેખાડો કરવા પણ ચેકીંગ કરવું જરૂરી છે