સિંહોએ ફરી કર્યો શિકાર વડાળી પાસે કર્યું વાછડીનું મારણ;ગ્રામજનોમાં ભારે ફફડાટ
રાજકોટ
રાજકોટ પંથકમાં છેલ્લા એક મહિનાથી સિંહોએ ધામા નાખ્યા છે, સિંહોએ રાજકોટના કોટડા સાંગાણી , પદવલાં, રીબડા,જેતપુર અને વડાળી સહિતના વિસ્તારામાં મુકામ કર્યો છે,. છેલ્લા એક સપ્તાહમાં સિંહોએ 3 થી વધુ પશુઓનું મારણ કર્યાનું નોંધાયું છે વનવિભાગના કર્મચારીઓ સિંહોના લોકેશન તરફ આગળ વધીને તેની ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યા છે જોકે એક બાદ એક શિકારને પગલે ઉભી થઇ છે ખાસ ગ્રામીણ વિસ્તારમાં સિંહોના પડવાથી ગ્રામજનોમાં ભારે ફફડાટ છે
ગીરના જંગલને મૂકીને જંગલના રાજાનો મુકામ રાજકોટમાં થયો છે ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં એક ડઝનથી વધુ પશુઓનું મારણ કરીને સિંહોએ મિજબાની માણીને ભયનો માહોલ ઉભો કર્યો છે.. રાજકોટના આજીડેમ નજીક આવેલા વડાળી ગામની સિમ નજીક આવેલી વીડી વિસ્તારામ છેલ્લા 24 કલાકથી સિંહોના આંટાફેરા વધ્યા છે, જેને પગલે સીમ નજીક આવેલી વાડીમાં એક વાછડી ઉપર સિંહે હુમલો કરીને તેનો શિકાર કર્યો હતો તે સમયે સિંહની સાથે અન્ય 2 સિંહો પણ થોડે દૂર ઉભા હતા.. વાછડીના ભામ્ભરડા ને પગલે આસપાસના વિસ્તારમાંથી પશુપાલકો આવી ચડતા સિંહ મારણ મૂકીને ભાગી છૂટયા હતા જોકે કિંમતી વછડીના મારણ ને પગલે ફોરેસ્ટ વિભાગ સામે ગ્રામજનોએ રોષ ઠાલવીને સિંહોને જ્યાંથી આવ્યા છે ત્યાં મોકલી દેવાની રજૂઆત કરીને ભયથી મુક્ત કરવાની માંગણી કરી છે.