ભીષણ ઠંડીને પગલે પૂર્વી લદાખથી ચીની સૈનિકોના પગ ઊખડ્યા :10 હજારથી વધુ સૈનિકોને હટાવ્યા
ન્યૂઝ ડેસ્ક
ભારત ચીન સીમા ઉપરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે , ભારે ઠંડીને પગલે પૂર્વી લદાખ સરહદેથી ચીની સૈનિકોના પગ ધ્રુજવા લાગતા 10 હજાર સૈનિકોને હટાવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે , છેલ્લા 8 મહિનાથી ભારત અને ચીન વચ્ચે લદાખ સરહદે ભારે તણાવ છે અને બંને દેશના સૈનીકોનો મોટો જમાવડો લદાખ સીમા ઉપર છે , ગાલવાન ઘાટી પાસે ચીની સૈનિકો સાથે હિંસક અથડામણ વચ્ચે ભારતીય જવાનોનો જુસ્સો હાઈ ઉપર છે ...કાતિલ અને હાડ થીજાવી દેતી ભયંકર ઠંડીને પગલે ચીની સૈનિકોના બીમાર પાડવાના સતત આવી રહેલા અહેવાલને પગલે ચીની સેનાએ સરહદ ઉપરથી 10 હજાર સૈનિકોને હટાવ્યા છે
સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચ અને એપ્રિલમાં ચીને આખા વિસ્તારમાં 50 હજારથી વધુ સૈનિકોને તેનાત કર્યા હતા અને આસપાસના 200 કિલોમીટરના વિસ્તારમાં ચીનના સૈનિકો રેગ્યુલર ટ્રેકિંગ કરતા હતા જોકે હાલ આ જગ્યા ખાલી જોવા મળી રહી છે ચીને 10 હજારથી વધુ સૈનિકોને નજીકની સીમાથી હટાવ્યા હોવાનું ચર્ચામાં છે ,વિસ્તારમાં હાલમાં માઇનસ 20 ડિગ્રી સુધીનું તાપમાન છે અને ઠંડીથી ચીની સૈનિકો માટે વિસ્તારમાં ટકવું મુશ્કેલ છે