ભારતીય અર્થતંત્ર માટે સમાચાર : ગ્રોથ 11.5 ટકાથી વૃદ્ધિ થશે :આઈએમએફનો અંદાજ
ન્યૂઝ ડેક્સ
લોકડાઉંન અને કોરોના કાળમાં સૌથી વધુ સંઘર્ષ સહન કરનાર અર્થતંત્રને લઈને સારા સમાચાર આવ્યા છે.. ચાલુ વર્ષે ભારતીય અર્થતંત્ર 11,5 ટકાની ગતિએ ચાલુ વર્ષે ગ્રોથ કરી શકે છે આ અહેવાલ તૈયાર કર્યો છે આઈએમએફ દ્વારા.. સાથે જ ભારત દુનિયાનો પહેલો દેશ બનશે જે ડબલ ડિજીટમાં ગ્રોથ કરનાર બનશે ..આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે આઈએમએફ દ્વારા આ અહેવાલ આપવામાં આવ્યો છે....
લોકડાઉંન ખુલવાની સાથે ભારતીય બજારની અંદર લોકોની માંગણી અને ઉદ્યોગ જગતની સતત વૃદ્ધિ સાથે સાથે પાટે ચડી રહેલી અર્થતંત્રેની ગાડીથી વિકાસની રફ્તાર આગળ મવી રહી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ..બજેટ પહેલા આવેલા અહેવાલને પગલે સુખદ સંકેત છે .એટલું જ નહિ ભારત વિકાસની દ્રષ્ટિએ ચીનને પણ આ વર્ષે પાછળ છોડી દેશે.. એક તરફ યુરોપ અને અમેરિકા કોરોના સમાણી લડાઈને લઈને લોકડાઉંન થી લઈને અન્ય મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે ત્યારે ધીમે ધીમે ભારત આ પરિસ્થિતિ માંથી બહાર આવી રહ્યું છે અને તેને પગલે દેશનું અર્થતંત્ર ચારે તરફ વિકાસની ગતિએ આગળ વધી રહ્યું છે જે એક સુખદ સમાચાર ગણી શકાશે