CBI ના દેશના પાંચ રાજ્યોમાં દરોડા
રેલવેના અધિકારીઓ અને દલાલ 1 કરોડની લાંચ લેતા રંગેહાથ ઝડપયા
એક કરોડ ની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી
નવી દિલ્હી
દેશના 5 રાજ્યોમાં એક સાથે દરોડા પાડી ને સીબીઆઈ દ્વારા રેલવે અધિકારીઓ અને દલાલો ની ધરપકડ કરવામાં આવી છે.. રેલવે ના કોન્ટ્રાક મામલે 1 કરોડ ની લાંચ માંગવા મામલે સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે..સીબીઆઈ દ્વારા રેલ અધિકારીઓ અને તેના 3 દલાલ અને અન્ય લોકોની અટકાયત કરી છે. રેઇડમાં સીબીઆઈ એ 1 કરોડ રૂપિયાની રોકડ રકમ ઓન જપ્ત કરી છે. રેલવે માં કામ અંગે લાંચ માંગવા મામલે સીબીઆઈ એ આ કાર્યવાહી કરી છે...સત્તાવાર રીતે એક રેલ અધિકારી ની ધરાપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.. તો દલાલ સહિત 3 લોકોની ધરપકડ ના સમાચાર પણ સામે આવ્યા છે..