રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ પીઆઇ ગઢવી સહીત પરિવારના સદસ્યો કોરોના પોઝિટિવ : પોલીસ બેડામાં ચિંતા 

સીટી રાઉન્ડઅપ  Publish Date : 25 July, 2020 12:24 PM

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ પીઆઇ હિતેષભાઇ ગઢવી સહીત પરિવારના સદસ્યો કોરોના પોઝિટિવ : પોલીસ બેડામાં ચિંતા 

 

રાજકોટમાં કોરોના એ ભારે ઉપાડો લીધો છે, સામાન્ય લોકોથી લઈને રાજનેતાઓ અને પોલીસ કર્મચારીઓ કોરોનાના સકંજામાં આવી રહ્યા છે, રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ પીઆઇ અને હાલમાં જ ગાંધીનગર ખાતે આઇબીમાં બદલી પામેલા હિતેષભાઇ ગઢવી ને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે, હિતેષભાઇ ગઢવી સાથે તેના માતા અને ભાઈ સહીત ભાભી અને પરિવારના અન્ય સદસ્યો પણ કોરોના પોઝિટિવ જાહેર થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે , સાથે જ ચિંતાનો માહોલ પણ છવાયો છે , હિતેષભાઇ ના સંપર્કમાં આવેલા અન્ય મિત્રો અને પત્રકારોમાં પણ ચિંતા છવાઈ છે , જોકે ગઢવી પરિવારના તમામ સદસ્યોની તબિયત સ્થિર છે અને બધા જ તબીબોના માર્ગદર્શન હેઠળ છે , માત્ર પોલીસ કર્મીઓ જ નહિ રાજકોટના હોટેલ માલિક , પ્રખ્યાત સાડીના વેપારી , અગ્રણી ઉદ્યોગપતિ , વકીલ અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કોરોના પોઝિટિવ થયો છે તો રાજકોટમાં કોરોને મોતને લઈને પણ નવા વિક્રમ રચીને પોતાના બિહામણા સ્વરૂપનો પરિચય આપ્યો છે 

 

Related News