આતંકવાદી પ્રવૃત્તિ ઉપર ફ્રાન્સ લગામ લગાવશે : શંકાસ્પદ મસ્જિદોને કરશે બંધ
પેરિસ
ફ્રાન્સમાં આતંકી હુમલાઓ અને કટ્ટરપંથી પ્રવૃત્તિ ને રોકવા માટે ફ્રાન્સ સરકાર એક પછી એક કડક પગલાં લઇ રહી છે , તાજેતરમાં શિક્ષક ની હત્યા અને કટ્ટરપંથીઓના ઉગ્ર પ્રદર્શનને લઈને ફ્રાંસે કડક પગલાં લેવાના શરુ કર્યા છે જેમાં કટરપંથીઓને આશરો આપનારી અને સંવેદનશીલ ગણાતી મસ્જિદોને બંધ કરવામાં આવનાર છે , ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોએ અભિવ્યક્તિની આઝાદીને લઈને ફ્રાન્સ સર્વોચ્ચ સ્તરે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે એવી વાત જણાવી છે જોકે હવે ધીમે ધીમે મુસ્લિમોને આતંકી પ્રવૃત્તિ માટે પ્રેરણા આપતા કટ્ટરપંથી પ્રવચન કરનારા તત્વો સામે અને ઉગ્રતા માટે કુખ્યાત લોકો ઉપર કડક પગલાં લેવા સાથે એવી મસ્જિદોને પણ શોધવામાં આવી રહી છે જ્યાંથી કટ્ટરતા ફેલાવા અને ઉશ્કેરવા માટે જવાબદાર માનવામાં આવી રહયા હોઈ આવી મસ્જિદોને બંધ કરવા માટે પગલાં ભરવામાં આવશે