સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ નવી ફોર્મ્યુલા મુજબ ટિકિટ આપશે :ત્રણ ટર્મ-60 વર્ષ અને પરિજનોને ટિકિટ નહિ 

GUJARAT Publish Date : 08 February, 2021 09:39 AM

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ નવી ફોર્મ્યુલા મુજબ ટિકિટ આપશે :ત્રણ ટર્મ-60 વર્ષ અને પરિજનોને ટિકિટ નહિ 

ગાંધીનગર 

ભારતીય જનતા પાત્રી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાપાલિકામાં નવી ફોર્મ્યુલા મુજબ ઉમેદવારોને પસંદ કરીને મેદાનમમાં ઉતર્યા છે હવે આ જ ફોર્મ્યુલા મુજબ સ્થાનિક સ્વરાજ એટલે તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ ત્રણ ટર્મ ચૂંટણી લડેલાં, 60 વર્ષ ઉપરના અને પરિવારના સગા સબંધીઓને ટિકિટ નહિ આપવાનું મન બનાવી લીધું છે અને તેને ધ્યાને રાખીને જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ સ્થાનિક સ્વરાજમાં યુવાઓને પ્રાધાન્ય આપવા માટે પાર્ટી ટિકિટની વહેંચણી કરવાની છે હાલ આ મામલે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મન બનાવીને સંકેત આપી દેવામાં આવ્યા છે માટે મહાપાલિકાની સાથે જિલ્લા અને તાલુકા તેમજ નગરપાલિકાના ઉમેદવારો પણ યુવા અને નવા હોવાની આશા સેવાઈ રહી છે 

Related News