ઓવેસીની પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીથી કોંગ્રેસ બેચેન ; ઓવેસીની પાર્ટી જ્યાં જ્યા ચૂંટણી લડી ત્યાં ભાજપને ફાયદો થયો ; કોંગ્રેસ
અમદાવાદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવેસીની પાર્ટીની એન્ટ્રી થઇ છે , આદિવાસી વિસ્તાર અને દક્ષિણ ગુજરાત સાથે ઓવેસી સમગ્ર ગુજરાતમાં (મુસ્લિમ મતદારોના વિસ્તારમાં ) ખાસ અસર ઉભી કરવા માટે ચૂંટણીના મેદાનમાં છે , હાલ તો ઓવેસીને સમગ્ર ગુજરાતમાં ઉમેદવાર મળી શકે તેવી શક્યતા ઓછી જોવાઈ રહી છે જોકે તેની હાજરીથી કોંગ્રેસ નેતાઓ ખાસ કરીને કોંગ્રેસના લઘુમતી નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે , કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ ઓવેસીની પાર્ટીને ભાજપને ફાયદો કરાવી આપનાર ગણાવી છે ઇમરાને જણાવ્યું કે ઓવેસી જ્યાં જ્યાં લડ્યા છે ત્યાં ત્યાં ભાજપને ફાયદો થયો છે ગુજરાતના મતદારો ધર્મનિરપેક્ષ છે અને તેઓ ઓવેસીને બખૂબી ઓળખે છે