દેવભૂમિ દ્વારકા ખાતે ગોમતી નદી ઉપર આવેલા સંગમનારાયણ ઘાટ દરિયાના મોજાની થપાટથી તૂટી ગયો
દ્વારકા
દેવભૂમિ દ્વારકા ખાતે ગોમતી નદીના છેવાડાના તટે આવેલા સંગમનારાયણ ઘાટ ખાતે શનિવારે રાત્રીના સમયે દરિયાની થપાટને પગલે દુર્ઘટના સર્જાઈ હતી ઘાટ નો એક ભાગ તૂટી પડ્યો હતો ગોમતી નદી ઉપર બનેલા વિવિધ ઘાટ પૈકી ચોપાટી તરફનો અને નદીના છેવાડાનો ઘાટ તરીકે સંગમ નારાયણ ઘાટ ઓળખાઈ કે તે દરિયાના મોજા ની તીવ્રતા સામે તૂટી પડ્યો હતો આ દુર્ઘટના સમયે કોઈ વ્યક્તિ તે સ્થળે ન હોવાથી જાનહાની તળી હતી જોકે ઘાટ તૂટી જવાથી તે સ્થળે કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને લોકોની અવર જ્વરને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે