હળવદ એપીએમસી ખાતે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અભિવાદન કાર્યક્રમ યોજાયો
SAURASHTRA Publish Date : 21 January, 2021 10:04 PM
Share On :
હળવદ એપીએમસી ખાતે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અભિવાદન કાર્યક્રમ યોજાયો
હળવદ
( માનદ પ્રતિનિધિ અમિતજી વિધાંણી )
ગુજરાત રાજ્યમાં વિવિધ પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવેશ કરીને અભિવાદન કાર્યક્રમ યોજાયો હોય જે અંતર્ગત આજે હળવદ એપીએમસી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લાભાર્થીઓને લાભ મળ્યો હતો.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ મોરબી જિલ્લામાં ૪૦૦૦ થી વધુ લાભાર્થીઓને એન એફ એસ એ રેશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા,.. જે અંગે મોરબીના ટાઉન હોલ તેમજ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું . હળવદ એપીએમસી ખાતે સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયા.ડે.કલેકટર ગંગા સિંગ. હળવદ મામલતદાર હર્ષિત આચાર્ય. હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ. હળવદ તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખ રજનીભાઈ સંધાણી.બિપીનભાઈ દવે્ પુરવઠા અધિકારી, વલ્લભભાઈ પટેલ. ઘનશ્યામભાઈ ગોહિલ. પાલિકા પ્રમુખ રમેશ પટેલ.અને ભાજપ અગ્રણી . પાલિકા સદસ્ય સતિષભાઈ પટેલ કમલેશભાઈ દલવાડી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે જેના લાઈવ પ્રસારણ મારફત મોરબી જીલ્લાના લાભાર્થીઓને પણ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.