હાથરસની નિર્ભયાને ન્યાય માટે રાજકોટમાં કેન્ડલ માર્ચ 

NATIONAL NEWS Publish Date : 01 October, 2020 03:33 AM

હાથરસની નિર્ભયાને ન્યાય માટે રાજકોટમાં કેન્ડલ માર્ચ 

 
ઉત્તરપ્રદેશમાં હાથરસ ની દલિત યુવતીને ગામના જ દબંગોએ નિશાન બનાવીને ગેંગરેપ નો શિકાર બનાવી હોવાની ઘટનાએ દેશભરમાં આક્રોશ સર્જ્યો છે ,પીડિતાના મોત અને તેની પોલીસ દ્વારા કરવામાં આવેલી તાબડતોબ અંતિમ ક્રિયાએ દેશમાં ભારે રોષ ઉભો કર્યો છે જેના વિરોધમાં રાજકોટમાં આજે કેન્ડલ માર્ચ કાઢીને યુવાનોએ નિર્ભયાને ન્યાય આપવાની માંગણી કરી છે , રાજકોટના બહુમાળી ભવન ખાતે થી રાજનીતિ કી પાઠ શાળા સંસ્થાના મહેશ રાજપૂત અને સાથી કાર્યકરો અને યુવાનોએ દેશમાં દલિતો ઉપર થતા અત્યાચાર અને ઉત્તરપ્રદેશમાં દલિત પરિવારની યુવતી સાથે બનેલી ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો એટલું જ નહિ પીડિતા ને ન્યાય મળે અને આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગણી કરી છે 

Related News