દેશમાં શિયાળો જામી રહ્યો છે, ઉત્તર ભારત સત્યે પશ્ચિમ ભારતના રાજ્યોમાં પણ હદ ધ્રુજાવતી ઠંડીએ જનજીવન પ્રભાવિત બનાવ્યું છે, પંજાબ સાથે રાજસ્થાનમાં પણ કડકડતી ઠંડી જનજીવનને પ્રભાવિત કરી રહી છે, રાજસ્થાનના 18 શહેરમાં તાપમાન 10 ડિગ્રીની અંદર ઉતારી ગયું છે, તો દેશના મધ્યભાગ મધ્યપ્રદેશમાં તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચ્યું છે , કાશ્મીરમાં માઇનસ 10 ડિગ્રીએ પહોચેલું તાપમાન બધું જ થીજાવી રહ્યું છે તો હજુ આ શિયાળાની શરૂઆત જ ગણવામાં આવી રહી છે જેમ જેમ 25 ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ ઠંડી પોતાનો પ્રકોપ બતાવી રહી છે, ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડીને પગલે લોકો હીટર અને તાપણાં નો ઉપયોગ કરી રહ્યા છે..સૌથી ઠંડી પંજાબમાં પડી રહી છે ત્યાં તાપમાન 2 ડિગ્રીથી નીચું ગયું છે..જે સિમલા થી પણ નીચું છે તો અમૃતસરમાં તાપમાન પણ 2 ડિગ્રી સુધી પહોંચ્યું છે આ સ્થિતિ જનજીવનને અતિપ્રભવિત કરી રહી છે