પાકિસ્તાનમાં બળજબરીથી ધર્મપરિવર્તનના કિસ્સામાં વધારો ; બિનમુસ્લિમો ઉપર અત્યાચાર વધ્યા
પાકિસ્તાનને એશિયાનું સૌથી ખતરનાક રાષ્ટ્ર માનવામાં આવે છે ઇસ્લામિક દેશ તરીકે ઓળખ ધરાવતા પાકિસ્તાનમાં બિનમુસ્લિમો નર્કની જિંદગી જીવવા મજબુર બન્યા છે, છેલ્લા એક દાયકામાં પાકિસ્તાનના મુખ્ય શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં બિન મુસ્લિમોના બળજબરી પૂર્વકના ધર્મપરિવર્તનના કીસ્સમાં વધારો થયો છે , છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ બળજબરી પૂર્વક મુસ્લિમ બનાવાઈ રહ્યાનું વૈશ્વિક એજન્સીના રિપોર્ટમાં નોંધાયું છે એટલુંજ નહિ બિન મુસ્લિમ ધર્મની સગીર કન્યાઓનું અપહરણ કરી તેને બળજબરી પૂર્વક ઇસ્લામ કાબુલ કરવામાં આવી રહ્યાનુ પણ વૈશ્વિક એજન્સીના રિપોર્ટમાં જાણવામાં આવ્યું છે, કટ્ટરપંથીઓ અને ધર્માન્ધ તત્વો એટલા બળવત્તર બન્યા છે કે હિન્દૂ, ઈસાઈ, શીખ અને અન્ય ધર્મના લોકો માટે પાકિસ્તાન એ વર્તમાન દુનિયાનું નર્ક હોવાનો અહેસાસ કરાવે છે