ઉત્તર ભારતમાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઇ ચુકી છે અને ધરતીના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં પહેલી બરફ વર્ષા થઇ છે, કાશ્મીર ઘાટીમાં છેલ્લા 2 દિવસથી બરફ વર્ષા થઇ રહી છે, જેથી કાશ્મીર ફરવા આવેલા સહેલાણીઓને મોજ પડી ગઈ છે, કાશ્મીરમાં પહેલી બરફ વર્ષાને પગલે ઘાટીમાં ઠંડક વધી છે તો શ્રીનગર અને આસપાસના વિસ્તારમાં આવેલા ઘાટીના ભાગોમાં ચારે તરફ સફેદ ચાદર છવાઈ ગઈ છે , તો માર્ગ ઉપર પણ બરફ વર્ષા થવાથી અદભુત નજારો જોવા મળી રહ્યો છે, કાશ્મીર હંમેશા સહેલાણીઓને આકર્ષિત કરતુ રહ્યું છે ત્યારે આ વર્ષે દિવાળી થી શરુ થયેલી બરફ વર્ષા અહીં આવેલા પ્રવાસીઓ માટે આનંદદાયક બની છે