જામનગર જિલ્લાના કાલાવડ ખાતે કાર્યરત જન જાગૃતિ અભિયાન ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જેના ભાગ રૂપે અસ્થિર મગજના લોકોની સેવા કરવામાં આવી હતી.. જિલ્લામાં જ્યાં જ્યા આસ્થિર મગજના લોકો રહેલા છે ત્યાં જઈને ટીમે તેઓને નવરાવી..સ્વચ્છ કપડાં પહેરવા અને સામાન્ય લોકો જેવી સ્થિતિમાં લાવવા નું અનેરું સેવાકીય કાર્યકર્યું હતું..
સેવાકીય પ્રવૃત્તિ કરતા સેવાભાવી યુવાનો જ્યાં જ્યાં અસ્થિર મગજ ના લોકો મળી રહે છે.. તેઓની સેવા કરવામાં આવે છે.. તેઓના વાળ કાપી દેવાથી લઈને સ્નાન કરવા અને યોગ્ય કપડાં પહેરાવવા સહિતના સેવાકીય કામો કરવામાં આવે છે. આ સેવા ને પ્રભુ સેવા ગણીને યુવાનો પોતાના સમય અનુસાર કાર્ય કરે છે જેને જિલ્લામાં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે..