જૂનાગઢના કેશોદમાં ભાજપના કાર્યકર ઉપર હુમલાની ઘટના
જૂનાગઢ
જૂનાગઢના કેશોદમાં ભાજપના કાર્યકર ઉપર હુમલાની ઘટના ઘટી છે, હુમલો કેશોદના વોર્ડ નંબર 4ના પેઈજ પ્રમુખ ઉપર થયાનું સામે આવ્યું છે, ઈજાગ્રસ્ત ભાજપ કાર્યકારનું નામ અમિતદવે હોવાનું સામે આવ્યું છે, ઈજાગ્રસ્ત અમિતદવેને હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો છે, હુમલો કરનાર શખ્સ અજિત વેગડ કોંગ્રેસનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે, અમિતભાઇ દવે પેઈજ કમિટી બનવવા માટે શેરીઓમાં ફરીને કાર્યવાહી કરી રહ્યો હતો ત્યારે હુમલો થયાનું સામે આવ્યું છે, ઘટનાને પગલે ભાજપના કાર્યકરો અને આગેવાનોના ટોળા ઉમટી પડ્યા હતા