ગુજરાતમાં દિવસે લગ્નની છૂટ: વરઘોડો કાઢવાની મનાઈ :કોર્ટે સખ્ત ટિપ્પણી કરી
અમદાવાદ
ગુજરાતમાં સતત વધતા કોરોના ના કેસને લઈને સરકાર ભારે દબાણ હેઠળ છે કોરોના ના વધતા કેસ ચિંતાનું સૌથી મોટું કારણ બન્યું છે તો હાઇકોર્ટ પણ નારાજ છે માસ્ક ન પહેરનારા લોકો થી રાજ્ય સરકારે લગ્નની સીઝનમાં દિવસે લગ્નો યોજવા માટે છૂટછાટ આપી છે અને 100 લોકો સાથે સવારે 6 વાગ્યા થી રાત્રીના 9 વાગ્યા સુધી લગ્ન યોજી શકાશે જોકે રાત્રીના યોજાતા કોઈ પણ સમારંભ રાત્રીના 9 વાગ્યા બાદ નહિ યોજી શકાય , સાથે જ કડક તાકીદ કરી છે કે લગ્ન દરમિયાન વરઘોડા કે પ્રોસેશન કે બેન્ડબાજા નહિ વગાડી શકાય કે બેન્ડ બાજા સાથે વરઘોડા લઈને બાજાર કે જાહેર સ્થળે નહિ યોજી શકાય , સાથે જ રાત્રી કર્ફ્યુ ના 4 શહેરમાં રાત્રીના 9વાગ્યા થી કર્ફ્યુનો કડક અમલ કરવા અને કોઈ પણ આયોજન ત્યાં ના થાય એ જોવા નું પણ રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું છે , તો હાઇકોર્ટે કડક ટિપ્પણી પણ માસ્ક વગરના લોકોને લઈને કરી છે કોર્ટે કહ્યું છે કે માસ્ક વગરના લોકોને એક સપ્તાહ સુધી કૂર્ણ વોર્ડમાં સેવા આપવાની સજા કરવી જોઈએ