તમે લોન લીધી છે.. પૈસા ભરવા પડશે....તમારા કાકાના દીકરાએ 5 હજારની લોન લીધી છે પૈસા ચૂકવો; ચીટરો સગાઓના ફોન નંબર મેળવી ભયંકર ગાળો વરસાવે છે
ન્યૂઝ ડેક્સ
મોબાઈલ એપ્લિકેશન થી લોન લેવાનું વિચાર કરતા હો તો સાવધાન થઇ જજો.... 5 હજારથી લઈને 25 હજાર સુધીની નાનકડી રકમની લોન મેળવવા માટે શોર્ટકર્ટ ક્યાંક તમને અને તમારા નજીકના સગાઓ માટે મોટી મુસીબત સમાન બની શકે છે ..... મોબાઈલ એપ્લિકેશન થી લોન આપનારી નાનકડી કમ્પનીઓ લોન માફિયાની જેમ વર્તી રહી છે અને લોન ન લીધી હોઈ છતાં પણ તેના ગુંડા અને અસામાજિક તત્વો દ્વારા ટેલિફોનિક આતંક ફેલાવીને તમારું જીવવાનું હરામ કરી નાખશે , જીહા આવી કેટલીય એપ્લિકેશન અને અલગ અલગ માધ્યમથી 5 મિનિટમાં લોન તમારા બેન્ક ખાતામાં આપવાની વાત કરનારા થી સાવધાન રહેજો ....એ લોન તો આપશે...
પરંતુ વસુલાત માટે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોને પણ સારા કહેડાવશે... રાજકોટ,.... વડોદરા,... સુરત અને અમદાવાદ સહિતના શહેરના લોકોને નહિ ધોરાજી.... ઉપલેટા.. જેતપુર,..... ગોંડલ.... મોરબી...ચોટીલા.... કુંકાવાવ.. બગસરા.... .મહુવા... શિહોર.... .ગારિયાધાર... જૂનાગઢ... .કેશોદ... વેરાવળ...સહિતના નાના મોટા સંખ્યાબંધ શહેરમાં લોકડાઉનના સમયમાં નાનકડી રકમની મધ્યમવર્ગના લોકોને જબરી જરૂર પડી હતી આ જરૂરિયાતનો લાભ લઈને મોબાઈલ એપ્લિકેશન દ્વારા લોન આપનાર કમ્પનીઓ એ અનેક લોકોને નાનકડી રકમની લોન તો આપી પરંતુ હવે તે લોન માફિયા તરીકે વર્તી રહયા છે.. લોન લેનાર વ્યક્તિ લોન ન ભારે કે તે હપ્તો ચુકી જાય ત્યારે તે લોન ની વસુલાત માટે લોન લેનાર વ્યક્તિના સગાઓ અને તેના મોબાઈલ લિસ્ટમાં રહેલા લોકોને ઉત્તરપ્રદેશ... બિહાર... નોઈડા... અને દેશના અલગ અલગ સ્થળોએ થી ફોન આવવાનું શરૂ થઇ જાય છે , લોન લીધી ન હોવા છતાં પણ લોન માફિયાઓના એજન્ટો બેફામ ગાળો વરસાવીને પરેશાન કરવા અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરે છે ....લોન માફિયાઓ લોન લેનારાની મજબુરીનો લાભ લઈને આ પ્રકારે પરેશાન કરે છે આવા તત્વો ગુજરાતની બહાર બેઠા હોઈ છે અને તેઓ ફોન દ્વારા માનસિક ત્રાસ આપીને પૈસાની વસુલાત કરે છે આવા બોગસ કોલ સેન્ટર ચલાવનારા તત્વો એટલા શાતીર હોઈ છે કે સામાન્ય લોકો કંટાળીને અને માનસિક ત્રાસ થી બચવા માટે પૈસા પણ ચૂકવી દેવાનું વચારે છે
કેટલાક કિસ્સામાં એવી વિગતો પણ સામે આવી છે કોઈએ લીધી ન હોવા છતાં પણ લોન માફિયાઓ સતત ફોન કરીને ધમકાવે છે કે તમારા પરિવારના ફલાણા સદસ્યએ 5 હજારની લોન લીધી છે અને તે ચુકવતા નથી જો ફોન ઉપર ઇન્કાર કરવામાં આવે છે કે કોઈએ લોન નથી લીધી તો બેફામ ગાળો અને માનસિક ત્રાસ આપવામાં આવે છે એટલું જ નહિ ફોન ઉપર લોન માફિયાઓ પણ બેફામ રીતે પરિવારના અલગ અલગ સદસ્યોને પરેશાન કરે છે જો મોબાઈલ ઉપર લેડીસ હોઈ તો ટેલિફોન ઉપર લેડી ફોન માફિયાઓ માનસિક ત્રાસ આપે છે અને લેડી ટેલિફોન ઓપરેટર પણ ગાળો આપવામાં પાછળ નથી રહેતી
સમગ્ર મામલે રાજકોટ પોલીસને પણ સંખ્યાબંધ ફરિયાદ મળી હોવાનું સામે આવ્યું છે આવા લોન માફિયાઓ રાજ્ય બહાર પોતાનું ઓપરેટિંગ નેટવર્કિંગ ધરાવતા હોઈ છે અને તેના સુધી પહોંચવું ખૂબ જ અઘરું રહે છે આવા તત્વો થી બચવા માટે માત્ર ને માત્ર સાવધાન રહેવાની અને તમારા ફોન ની ફોન બુક કોઈ પાસે ન પહોંચી જાય તેવું ધ્યાન રાખવું જરુરુ છે એટલું જ નહિ આવી એપ્લિકેશન ડાઉનલોન્ડ કરવાથી પણ સાવધાન રહેવું જરૂરી છે કારણ કે લોન ન મેળવી હોઈ પરંતુ જો એપ્લિકેશન ડાઉનલોડ કરી હોઈ તો પણ સાઇબર માફિયાઓ અને લોન માફિયાઓની મિલી ભગતથી તમારા સગાઓ અને સ્નેહીઓ સુધી તેઓની પહોંચ થાય છે અને તેઓ તેને પૈસા પડાવવા માટે ફોન કરી જીવવું હરામ કરી નાખે છે માટે સાવધાની હતી તો દુર્ઘટના ઘટી એ શબ્દોને યાદ રાખીને બચીને રહેવું જરૂરી છે