ઘરે બનાવો પંજાબી સ્ટફિંગ સમોસા એ પણ 30 મિનિટમાં
નાના મોટા સૌકોઈને સમોસા તો ખુબ જ ભાવે છે, અને તેમાં પણ જયારે હખ લાગે ત્યારે પંજાબી સ્ટફિંગ સમોસા મળી જાય તો માજા માજા થઇ જાય ને આમે આજે લાગ્યા છીએ તમારા માટે પંજાબી સ્ટફિંગ સમોસા બનાવની ઝટપટ રેસિપી,.......
Punjabi samosa
સ્ટફીગ માટે:-
એક પેનમાં ૩ ચમચી તેલ મૂકી તેમાં ૧ ચમચી જીરું, આખા ધાણા અને વરીયાળી નાખી સાંતળો હવે તેમાં ૨ ચમચી આદુ મરચાં ની પેસ્ટ સાંતળી ૧ કપ બાફેલા વટાણા ઉમેરો. હવે તેમાં એક ચમચી લાલ મરચું, ધાનાજીરુ, જીરા પાવડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, મરી પાવડર, મીઠું નાખી ૩ મીનીટ સુધી સાંતળો હવે તેમાં બાફેલા બટાકા નાખી બરાબર હલાવી જીણી સમારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો....
લોટ:-
એક બાઉલ માં ૨ વાટકી મેંદો અને અડધી વાટકી રવો લઈ મુઠ્ઠી પડતું મોણ, અજમો અને મીઠું નાખી પાણી થી લોટ બાંધી લો.....
લોટ માંથી એક લુવો લઇ રોટલી જેવુ વણી વચ્ચે થી કટ કરી કોન શૅપ આપી સ્ટફીગ ભરી સમોસા બનાવી ગરમ તેલમાં ધીમા તાપે તળી લો.....
ગ્રીન ચટણી અને કેચપ સાથે સર્વ કરો...