તું પૂર્વ પતિ સાથે સબંધ રાખે છે કહી વારંવાર હેરાન કરતા પતિનું પત્નીની નજર સામે સાળાઓએ ઢીમ ઢાળી દીધું
રાજકોટ
રાજકોટમાં ખોખડદળ નજીક યુવાનની નિર્મમ હત્યા તેના જ કૌટુંબિક સાળાઓએ કરી હોવાનું સામે આવ્યું છે .. ખોખડદળ નજીક વાસમાં આવેલા એક મકાનમાં પરણિતાની સામે જ તેના પતિની હત્યા કરવામાં આવી છે , દેવીપૂજક યુવતીએ સલીમ નામના યુવક સાથે લગ્ન કર્યા હતા મીરા નામની યુવતીના જણાવ્યા મુજબ તે પરિવારના પ્રસંગ માટે ગઈ હતી ત્યારે પતિ સલીમ વારંવાર આશંકા કરતો કે હું મારા સગાઓની સાથે મારા પૂર્વ પતિ સાથે મારે સબંધ હોવાનું સતત કહીને મને હેરાન કરવામાં આવતી હતી આ વાતને લઈને સલીમના સાળા અને સલીમ અને તેના પરિજનો વચ્ચે ઝગડો થયો અને તલવાર અને ધોકા થી સલીમની હત્યા કરવામાં આવી છે ,થોરાળા નજીક બનેલી આ ઘટનામાં મૃતક સલીમ વારંવાર તેની પત્ની ઉપર શંકા કરતો હતો ...છેલ્લે 'તું તારા પૂર્વ પતિને મળવા જાય છે' તેમ કહીં મૃતક સલીમ પત્ની પર શંકા કરતો, જે અંગે ઝઘડો થયા બાદ પત્ની મીરાના મામાના દીકરાઓએ માથાકૂટ કરી બનેવીનું કાસળ કાઢી નાખ્યું હતું..સમગ્ર મામલે હત્યા કેસમાં પ્રાથમિક તપાસમાં પાંચ આરોપી હોવાનું સામે આવ્યું, નાસી જનાર એક શખ્સ ત્રંબા નજીકથી ઝડપાયો, એકને ઇજા થતાં સારવાર હેઠળ,.. મર્ડરની ઘટના અંગે જાણ થતાં જ ACP ક્રાઇમ, થોરાળા પીઆઇ અને તેનો સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો