કોણ બનશે રાજકોટનો મેયર ? અઢી-અઢી વર્ષ માટે રિઝર્વેશન જાહેર
રાજકોટ
ગુજરાતમાં 6 મહાનગરો માટે મેયર પદને લઈને રિઝર્વેશન જાહેર કરવામાં આવ્યું છે ... રાજકોટમાં મેયર પદ માટે અઢીવર્ષ બેકવર્ડ ક્લાસ એટલે ઓબીસી કોટમાંથી ચૂંટાઈને આવેલા નગરસેવકના શિરે મેયરપદનો તાજ રહેવાનો છે ..મહાપાલિકાની ચૂંટણીમાં મુખ્ય ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છે તો આમ આદમી પાર્ટી પહેલી વખત ચૂંટણી લડી રહી છે ત્યારે ઓબીસી કોટા માટે મેયરપદ રિઝર્વ જાહેર થયું છે અઢી વર્ષ સામાન્ય મહિલા નગરસેવક માટેના રહેશે
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં ત્રણે પક્ષ માંથી ઓબીસી કોટમાંથી ઉમેદવારો મેદાનમાં છે તો 50 ટકા મહિલા અનામત ને લીધી બાકીના અઢી વર્ષ માટે કોઈ ખાસ મુશ્કેલી નહિ પડે પરંતુ ઓબીસી કોટને લઈએં રાજકીય પાર્ટીમાં આંતરિક ખેંચતાણ પણ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે એટલું જ નહિ અત્યારથી ઓબીસી ઉમેદવારો મેયરપદને લઈને ખ્વાબ જોવા લાગ્યાનું પણ હવે ચર્ચાવા લાગ્યું છે